સરીતા ગાયકવાડે આ કક્ષામાં તેના બેસ્ટ ટાઈમીંગનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. સરીતા ગાયકવાડ નવસારી જિલ્લાની ચીખલી કોલેજમાં પોતાનો ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. 2018નાં રોજ કોમ્પિટિશનનાં અંતિમ દિને સરીતા ગાયકવાડ 400 X 4 મીટર રીલેમાં પણ દોડવીર તરીકે ભાગ લીધો હતો.
2/6
જે પૈકી વ્યક્તિગત 400 મીટર વિઘ્ન દોડમાં સરીતા ગાયકવાડે 35 દેશના દોડવીરોને આ કેટેગરીમાં પાછળ મૂકી 59.08 સેકન્ડમાં તેનું લક્ષ્ય હાંસલ કરી સ્વર્ણપદક હાંસિલ કર્યો હતો. સરીતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ છે. ભારત માટે પણ આ પ્રથમ ગોલ્ડ હતો.
3/6
સરીતા ગાયકવાડના આંતરરાષ્ટ્રીય કોચ અજીમોનના માર્ગદર્શન હેઠળ સરીતા ગાયકવાડ ઇન્ડોનેશિયા પહોંચી હતી. જ્યાં 400 મીટર વિધ્ન દોડ સહિત 400 x 4 રીલે માટે પણ તેણીની પસંદગી કરવામાં આવી હતી.
4/6
ડાંગ જિલ્લાના સરહદી ગામ ચીચલી નજીક આવેલ કરાડીઆંબાના શ્રમિક પરીવારની દિકરી સરીતા ગાયકવાડે 8મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં તેની દાવેદારી નોંધાવી હતી. ‘એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ દ્વારા ડાંગની આ દોડવીરને આ કોમ્પિટિશન માટે કેરળ ખાતે છ માસની સઘન તાલીમ આપવામાં આવી હતી.
5/6
અમદાવાદ: ભારતીય મહિલા ટીમે 4 x 400 રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે. ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની આ ટીમમાં હિમા દાસ, પુવામ્મા, અને વી કોરોથ અને ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડનો સમાવેશ થયો હતો. સરીતાનો જન્મ ડાંગમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. સરીતાને ‘ડાંગ એક્સપ્રેસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
6/6
સરિતા ગાયકવાડ. 11થી 14 ફેબ્રુઆરી 2018 દરમિયાન ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી ‘8-મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ કોમ્પિટિશન’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ડાંગની દિકરી સરીતા ગાયકવાડે તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતી દેશને વધુ એક ગોલ્ડ અપાવવામાં સફળતા અપાવી છે. આ સાથે જ તેણે ગુજરાત અને દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે.