ભુજઃ ભુજમાં અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો ગરમાયો છે. સરકારની સમિતિએ ક્લીનચીટ આપી હોવાનો અદાણી ગ્રુપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને વધુ ટ્રેનિંગ આપવાની સમિતિએ ભલામણ કરી છે.
2/3
સમિતિએ તેના રિપોર્ટમાં તમામ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. નવજાત બાળકોના મોત ક્રિટિકલ સ્થિતિમાં થયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત તબીબી સારવારમાં કોઈ બેદરકારી ન હોવાની નોંધ કરવામાં આવી છે.
3/3
આરોગ્ય વિભાગમાંથી મળેલી માહિતી મુજબ કચ્છમાં વર્ષ 2017-18 દરમિયાન 901 બાળકો મોતને ભેટ્યાં હોવાનું બહાર આવ્યું છે. આ આંકડો વર્ષ 2016-17ની સરખામણીએ 30 ટકા જેટલો વધુ છે.