AAJ No Muddo : આજનો મુદ્દો : તમારી દવા નકલી તો નથી ને?
દવા ખરીદતા પહેલા સાવધાન. તમારી દવા ડુપ્લીકેટ હોઈ શકે છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નકલી દવાના વેચાણનો પર્દાફાશ થયો છે. ચોકના પાવડરથી દવા બનાવાતી હોવાનો ખુલાસો થયો છે. 17 લાખ જેટલી નકલી દવાઓનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના બાપુનગરમાં આવેલી પારસ કેમિસ્ટમાંથી પણ નકલી દવાઓ ઝડપાઈ. આ ઉપરાંત વટવા અને અમરાઈવાડીમાંથી પણ નકલી દવાઓ મળી. તો વડોદરાની ઓલકેટ મેડિસિન્સ અને સુરતના કતારગામમાં શિવાય મેડીકો અને રાજકોટમાં નિર્મલ મેડિકલ એજન્સીમાથી પણ નકલી દવાઓ ઝડપાઈ. ડ્રગ્સ અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ કરી હતી. 20 જાતની દવાઓના સેમ્પલ લેવાયા. અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ નકલી દવાઓનું વેચાણ જ્યાં થતું હતું ત્યાં પણ દરોડા પાડીને કાર્યવાહી શરૂ કરાઈ છે. નકલી દવાઓ વેચીને રાજ્યના લોકોના સ્વાસ્થ્ય સાથે મોટાપાયે ચેડા થઈ રહ્યા છે.


















