શોધખોળ કરો
ભાજપના રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં ભાજપનાં ટોચનાં પાટીદાર મહિલાને જ નિમંત્રણ નહીં, જાણો શું છે કારણ?
1/3

અમદાવાદઃ આજથી ભાજપના રાષ્ટ્રીય મહિલા સંમેલનની શરૂઆત અડાલજ ખાતે થઈ છે. જોકે આ મહિલા સંમેલનમાં ભાજપના નેતા રેશ્મા પટેલને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તાજેતરમાં પાટીદાર સમાજની માંગણીઓને અમલમાં મુકવાને લઈ ભાજપના નેતા રેશ્મા પટેલ પક્ષ સામે જ બળવો કરી રહ્યા છે. જેને પગલે ભાજપ હવે તેમની અવગણના કરી રહ્યો છે. જો કે રેશ્મા પટેલનું કહેવું છે કે, ટોચના નેતાઓની ત્રુટીઓના કારણે ભાજપમાં યોગ્ય ન્યાય મળતો નથી.
2/3

મહિલા સંમેલનમાં આમંત્રણ ન મળવા અંગે રેશ્માએ સ્પષ્ટતા કરી કે, એવું લાગે છે કે મારાથી ભાજપને કોઈ તકલીફ છે. મહિલા સશક્તિકરણની વાતો કરનારા ભાજપને ચૂંટણી સમયે જ કેમ મહિલાઓ યાદ આવે છે? મને આમંત્રણ નહીં મળવા અંગે હું કોઈ રજૂઆત કરીશ નહીં.
Published at : 21 Dec 2018 02:54 PM (IST)
View More





















