અડધો કલાક સુધી ટોળાએ આતંક મચાવી પથ્થરો અને ઇંટ માર્યા હતા અને રિક્ષા તથા બાઇક તોડી નાખ્યા હતા તથા પડોશમાં રહેતા રમેશજી શીવાજીનું છાપરું તોડી નાખી વરજુબેન ભોમાજીનો ગલ્લો ઉંધો પાડી તોડી નાખ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા બી-ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટોળું નાસી ગયું હતું.
2/5
આ દરમિયાનમાં બૂમાબૂમ થતાં પડોશમાંથી પ્રવિણભાઇ ચીમનાજી ભીલ, અમરતભાઇ ડાહ્યાજી ભીલ, પ્રકાશભાઇ જગદીશભાઇ ભીલ, પ્રકાશ શીવાજી ભીલ વગેરે દોડી આવ્યા હતા. તેમને પણ ટોળાંએ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઘરની મહિલાઓને પણ માર મારી ઇજાઓ કરી હતી.
3/5
જોકે બુધવારે રાત્રે સવા 10 વાગ્યાની આસપાસ હિંમતનગર બસ સ્ટેન્ડ સામે આવેલ ભીલવાસમાં રહેતા મનુજી ભૂરાજી ભીલ, પંકજ બાબુભાઇ ભીલ, રાહુલ સોમાજી ભીલ, મહેશજી ભૂરાજી ભીલ, મનજી રમેશજી ભીલ, રાજજી રમેશજી ભીલ, મનોજ બાબુજી ભીલ, ગોગાજી લાલજી ભીલ, રાજુજી બાબુજી ભીલ, પિન્ટુજી જોનુજી ભીલ મળી 20થી 25 માણસોનું ટોળુ ત્રણ મોટર સાયકલ, એક એક્ટીવા અને ચાર રિક્ષામાં ગુપ્તી લાકડીઓ, પાઇપો લઇને આવી માળીના છાપરીયામાં મફાજી ડાહ્યાજી ભીલના ઘેર આવી ચઢ્યું હતું અને અપશબ્દો બોલી હોકારા પડકારા કરી દરવાજાની ઉપર લાકડીઓ અને પાઈપો મારી દરવાજો તોડી નાખી ઘરમાં ઘૂસી ગયા હતા.
4/5
હિંમતનગરના છાપરીયામાં રહેતા મફાજી ડાહ્યાજી ભીલ ગત શુક્રવારે અર્જુનજી મગનજી ભીલના છોકરાની જાન લઈને મોતીપુરા ગયા હતા અને સાંજે પાંચેક વાગ્યે લગ્ન પૂરા થયા બાદ હિંમતનગર બસ સ્ટેન્ડ સામે રહેતા મનુજી ભૂરાજી ભીલ, પ્રવીણજી મથુરજી ભીલ અને રાહુલજી સોમાજી ભીલ લગ્ન મંડપમાં આવ્યા હતા અને અમારા બસ સ્ટેશનના છોકરાઓને ઢોલ કેમ વગાડવા દેતા નથી તેમ કહી ઝઘડો કર્યો હતો અને માળીના છાપરીયામાં કેવી રીતે રહો છો હવે તેવી ધમકી આપી જતાં રહ્યા હતા.
5/5
હિંમતનગર: હિંમતનગરના છાપરીયામાં બુધવારે રાત્રે 20થી 25 માણસોનું ટોળું બાઇક, રિક્ષામાં ગુપ્તી પાઈપો અને લાકડીઓ લઇ આવી પહોંચ્યું હતું અને પાંચેક દિવસ અગાઉ મોતીપુરામાં ઢોલ વગાડવા મામલે થયેલ રકઝકની અદાવત રાખી એક રિક્ષા, એક બાઇક, એક ગલ્લો અને એક છાપરુ તોડી નાખી સાતેક વ્યક્તિઓને માર મારી ઇજાઓ પહોંચાડી આતંક મચાવ્યો હતો. રાત્રે 1 1 વાગ્યે બનેલ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધા તપાસ હાથ ધરી હતી.