ઓલપાડ પોલીસે ગુનો નોંધી એક યુવતીની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
2/6
સુરતઃ આજના સમયમાં વ્હોટ્સએપ, ફેસબૂક જેવા સોશિયલ મીડિયા જીવનનો ભાગ બની ગયા છે. સંબંધોથી લઇને બિઝનેસ વધારવા સુધી આ માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ઘણીવાર તેનો ખોટો ઉપયોગ મુસીબત નોતરતો હોય છે. વ્હોટ્સએપ જેવી એપથી હવે યુવક-યુવતીઓ એકબીજા સાથે ઝડપી સંબંધો કેળવતા થયા છે, તો ઘણીવાર આ સંબધો જ પોતાના પર ભારે પડતા હોય છે.
3/6
યુવતીઓએ આ રીતે બીજા અનેક લોકોને તેની ઝાળમાં ફસાવ્યા હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
4/6
ફોટા પાડીને બદનામ કરવાની ધમકી બાદ યુવકો પાસેથી યુવતીઓએ 2 લાખ રૂપિયા પડાવ્યા હતા અને રૂપિયા લઇને ફરાર થઇ ગઇ હતી.
5/6
સુરતમાં વ્હોટ્સએપનાં માધ્યમથી 2 યુવતીઓએ 2 યુવકોને છેતરીને પૈસા પડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર યુવતીઓએ સુરતનાં 2 યુવાનોને વ્હોટ્સએપ મેસેજ કરી સબંધ કેળવ્યા હતા અને ધંધાની માહિતી મેળવી હતી. યુવતીઓએ ત્યારબાદ બંને યુવકો સાથે વ્હોટ્સએપ મારફતે સંબંધો વધાર્યા હતા.
6/6
યુવતીએ ફરિયાદી અને તેના મિત્રને ઉમરા ગામ નજીક બોલાવ્યા હતા. જ્યાં ઉમરા ગામની અન્ય યુવતીએ યુવકોને બેડરૂમમાં લઇ જઇ કપડા ઉતરાવ્યા હતા. ત્યારબાદ પોલીસ વર્દીમાં યુવકોને ધમકાવ્યા અને અને યુવકોનાં નિર્વસ્ત્ર ફોટા પાડીને તેમને બદનામ કરવાની ધમકી આપી હતી.