શોધખોળ કરો
માસ્ટર પ્લાન: રાહુલ ગાંધીના સુરત પ્રવાસના એક દિવસ પહેલાં જ પહોંચી જશે અમિત શાહ
1/6

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ સુરતમાં રાજકીય નેતાઓની અવરજવર તેજ બની છે. આ વખતની ચૂંટણી બંને મુખ્ય રાજકીય પક્ષો માટે આબરૂનો પ્રશ્ન બની ચૂકી છે. ભાજપ સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ સત્તા મેળવવા મરણિયો થયો છે. મતદાન અગાઉ મતદારોનું મન જીતવા, મતદારોને પોતાની તરફ વાળવા બંને પક્ષે રાજકીય તડજોડ શરૃ થઇ ચૂકી છે.
2/6

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. 3 નવેમ્બરે સુરત આવી રહ્યાં છે. આ પહેલાં એક દિવસ અગાઉ જ અમીત શાહ સુરત આવી રહ્યાં હોય શહેર ભાજપમાં રાજકીય સળવળાટ તેજ બન્યો છે. 2 નવેમ્બરના ગુરુવારે શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં શહેર ભાજપના ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો સાથે મોટી સંકલન બેઠક યોજાશે. આ ઉપરાંત સંભવત પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે પક્ષના કાર્યકર્તાઓને શાહ સંબોધન કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
Published at : 29 Oct 2017 02:58 PM (IST)
View More























