શોધખોળ કરો
રાજ્યના 21 સિનિયર IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
1/5

અમદાવાદ: ગુજરાત રાજ્યના 21 આઈએએસ અધિકારીઓની બદલી કરાતા રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો થયા છે. 1985 બેચના એ.એમ.તિવારીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. જીએનએફસીના એમડી તરીકે કાર્યરત ડો. રાજીવ કુમાર ગુપ્તાને ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે.
2/5

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મૂકાયા છે જ્યારે શિક્ષણ વિભાગનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો છે. સુનયના તોમરને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટની જવાબદારી સોંપાઇ છે.
Published at : 12 Jul 2018 10:36 PM (IST)
View More




















