ગુજરાત રાજ્ય ખાદી ગ્રામદ્યોગ બોર્ડના ચેરમેન તરીકે કુશળસિંહ પઢેરીયા તથા સભ્યો તરીકે અશોક ગોહિલ, ચીથરભાઈ પરમાર, અશોકભાઈ પરદેશી. અશોકભાઈ ડગ્ગર, વર્ષાબેન રાણા, મહાદેવભાઈ રબારી, વિજયભાઈ વણઝારા, મોમૈયાભાઈ ગઢવી, સરદારભાઈ ઓડ તથા ભરતભાઈ ગોંડલિયા નિમાયા છે.
2/6
ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાના ચેરમેનપદે કોંગ્રેસમાંથી આવેલા દલસુખ પ્રજાપતિ નિમાયા છે જ્યારે સભ્યપદે મુકેશભાઈ પ્રજાપતિ, મોહનભાઈ વાડોરીયા, વીણાબેન પ્રજાપતિ, સુરેશ પ્રજાપતિ તથા દેવેન્દ્ર પ્રજાપતિ (ગાંધીનગર) નિમાયા છે. ગુજરાત રાજ્ય બીજ નિગમના ચેરમેનપદે રાજશી જોટવા નિમાયા છે.
3/6
આ ઉપરાંત ડી.ડી. પટેલને ગુજરાત રાજ્ય પોલિસ આવાસ નિગમના ચેરમેન, મહેન્દ્રસિંહ સરવૈયાને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન, રાજેશ પાઠકને ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશનના ચેરમેન બનાવાયા છે. આ નિગમમાં મહેન્દ્રભાઈ દરજી, રામકુભાઈ ખાચર (થાનગઢ) તથા પ્રતાપ કોટક સભ્યપદે નિમાયા છે.
4/6
જીઆઈડીસીમાં સભ્ય તરીકે પેથાભાઈ આહિર તથા હેમંત પરસોડાની નિમણૂક કરાઈ છે. અન્ય મહત્વની નિમણૂકમાં ભવાન ભરવાડને ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન બનાવાયા છે જ્યારે નરેન્દ્ર સોલંકીને ગુજરાત પછાત વર્ગ વિકસ નિગમના ચેરમેન બનાવાયા છે.
5/6
આ નિમણૂકોમાં સૌથી મહત્વની નિમણૂક જીઆઈડીસીના ચેરમેનપદે બળવંતસિંહ રાજપૂતની નિમણૂક છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને રાજ્ય સભાની ચૂંટણીમાં હારી ગયેલા બળવંતસિંહ રાજપૂતને જીઆઈડીસી જેવા મહત્વના નિગમનું ચેરમેનપદ આપીને ભાજપે તેમની હારનો બદલો વાળી આપ્યો છે.
6/6
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં પ્રજાને ખુશ કરવા જાહેરાતો પર જાહેરાતો કરી રહેલી વિજય રૂપાણી સરકારે હવે ભાજપના નેતાઓને પણ ખુશ કરવાની ક્વાયત શરૂ કરી છે. આ ક્વાયતના ભાગરૂપે ગુજરાત સરકારે 18 બોર્ડ નિગમોમાં ચેરમેન તથા સભ્યોની નિમણૂક કરી છે.