શોધખોળ કરો

વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન

રાજ્ય સરકારની ‘શક્તિદૂત 2.0’ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના 799 પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓનું ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. શૂટિંગના ટ્રેપ/ડબલ ટ્રેપ પિસ્તોલ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમાને પ્રતિષ્ઠિત જયદિપસિંહજી સિનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને આ એવોર્ડ આપવામાં આવે છે. 

શૂટિંગમાં વંદનાબા ચુડાસમાની સિદ્ધિ

વંદનાબા ચુડાસમાએ શૂટિંગના ટ્રેપ/ડબલ ટ્રેપ પિસ્તોલ કેટેગરીમાં નોંધપાત્ર પ્રદર્શન કરી આ સન્માન મેળવ્યું છે. રમતગમત ક્ષેત્રે તેમની સિદ્ધિને બિરદાવતાં તેમને જયદિપસિંહજી સિનિયર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં તેમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની છે વંદનાબા

શૂટિંગમાં એવોર્ડ મેળવનારા વંદનાબા ચુડાસમા જૂનાગઢ રેન્જના આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની છે. રાજેન્દ્રસિંહ ચુડાસમા IPS અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે અને માર્ચ 2026માં જૂનાગઢ રેન્જ ખાતે પદભાર સંભાળ્યો હતો.

‘શક્તિદૂત 2.0’ યોજનાનો પણ રાજ્યવ્યાપી શુભારંભ

આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારની ‘શક્તિદૂત 2.0’ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના 799 પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રમતગમત ક્ષેત્રે ₹388 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

કાર્યક્રમ દરમિયાન રાજ્યભરમાં ₹388 કરોડથી વધુના રમત સંકુલો અને લાઇબ્રેરીના ઇ-ભૂમિપૂજન તથા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યા. તેમાં રમત સંકુલ, લાઇબ્રેરી, સ્ટડી હોલ, સ્પોર્ટ્સ હોસ્ટેલ, એથ્લેટિક સિન્થેટિક ટ્રેક અને એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

ખેલાડીઓને આધુનિક તાલીમ અને સાધનો પર ભાર

‘શક્તિદૂત 2.0’ હેઠળ રમતવીરોને ઉત્કૃષ્ટ કોચિંગ, આધુનિક રમતગમત સાધનો અને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મળી રહે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.

મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

આ ભવ્ય કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા, જયરામ ગામીત, મંત્રી કમલેશ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.      

Advertisement

ટોપ સ્ટોરી

કરોડો મતદારો સુધી પહોંચી નોંધણી, સુધારા કરવામાં BLOની મહત્વની ભૂમિકા: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
કરોડો મતદારો સુધી પહોંચી નોંધણી, સુધારા કરવામાં BLOની મહત્વની ભૂમિકા: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
ગીરમાં સિંહોના મોતનો આંકડો આવ્યો સામે , એક વર્ષમાં 62 સિંહનાં આ રોગના કારણે મોત
ગીરમાં સિંહોના મોતનો આંકડો આવ્યો સામે , એક વર્ષમાં 62 સિંહનાં આ રોગના કારણે મોત
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગે કરી મોટી આગાહી
PM Modi addresses BRICS Summit 2026: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
બોલ માડી અંબે”ના જયઘોષથી અમદાવાદ ગુંજી ઉઠ્યું, વ્યાસવાડીથી અંબાજી પદયાત્રા સંઘનો પ્રારંભ
Rajkot News | રાજકોટ મહાપાલિકાના 40 કોર્પોરેટરોએ વેતન વધારાની કરી માંગ, 15 હજારથી વધારીને 50,000 કરવા રજૂઆત
Mehsana | વિસનગરમાં બેફામ ટેન્કરે એક્ટિવાને મારી ટક્કર, બેનાં મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
FASTag બેંક બદલવી હવે સરળ, નીતિન ગડકરીએ શરૂ કરી નવી સુવિધા, Rajmarg Yatra એપથી થશે કામ 
FASTag બેંક બદલવી હવે સરળ, નીતિન ગડકરીએ શરૂ કરી નવી સુવિધા, Rajmarg Yatra એપથી થશે કામ 
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
Embed widget