અમદાવાદઃ ગુજરાતમાં વીજ સેવા આપતી સરકારી અને ખાનગી કંપનીઓ ભાવ વધારા અને ઘટાડાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. એકબાજુ સમાચાર છે કે ટૉરેન્ટ પાવર પોતાના ગ્રાહકો પર બોજો નાંખવા જઇ રહી છે ત્યારે સરકારી સંસ્થા જીયુવીએનએલ પોતાના ગ્રાહકોને ફાયદો આપી રહી છે. જાણો કયા શહેરોમાં વીજળી સસ્તી થશે અને ગ્રાહકોને બિલમાં કેટલો ફાયદો થશે.
2/5
3/5
જોકે બીજીબાજુ ટોરેન્ટની વેબસાઇટ પર બુધવારે ફ્યૂઅલ ચાર્જમાં થયેલા ફેરફારોની માહિતી મુકવામાં આવી હતી, જે મુજબ ટૉરેન્ટના ગ્રાહકોને યૂનિટ દીઠ 10 પૈસાનો વધારાનો બોજો આવી શકે છે. હાલમાં તેમનો ફ્યૂઅલ ચાર્જ રૂ.1.76 છે. જેમાં 10 પૈસા વધારો થતાં જુલાઇથી સપ્ટેમ્બર સુધીના બિલમાં ફ્યૂઅલ ચાર્જ રૂ. 1.86 આવશે.
4/5
સરકારી વીજ સંસ્થા જીયુવીએનએલ (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ) પોતાના ગ્રાહકોને ફ્યૂઅલ ચાર્જ ઓછો ભરવો પડશે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરને બાદ કરતાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ સંસ્થા પોતાની ઉર્જા પ્રૉવાઇડ કરે છે.
5/5
જીયુવીએનએલ દ્વારા તેના ફ્યૂઅલ ચાર્જમાં યૂનિટ દીઠ બે પૈસાનો ઘટાડો કરાતાં રાજ્યના સવા કરોડ વીજ ગ્રાહકોને રાહત થઇ શકે છે.