શોધખોળ કરો
ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો કઈ તારીખે યોજાશે પરીક્ષા
1/3

ગાંધીનગર: શિક્ષણ બોર્ડે ધો.12 સાયન્સના A અને B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાની તારીખ 4 એપ્રિલ 2019નાં રોજ ગુરૂવારે કરી દેવામાં આવી છે. આ પહેલા ગુજકેટની પરીક્ષા માટે 30 માર્ચ જાહેર કરવામાં આવી હતી. આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં યોજાશે. આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે.
2/3

ગુજકેટનો અભ્યાસક્રમ ધો.12ના હાલના અભ્યાસક્રમ આધારિત રહેશે. જેમાં એમસીક્યુ પ્રશ્નપત્રો રહેશે. ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના 40 પ્રશ્નો તથા 40 ગુણ રહેશે. ફિઝીક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સંયુક્ત રહેશે. બાયોલોજી અને મેથ્સનું પેપર અલગ અલગ રહેશે. તેની ઓએમઆર શીટ પણ અલગ આપવામાં આવશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી રહેશે. ફોર્મ ભરવાની સૂચના તથા અભ્યાસક્રમની માહિતી પુસ્તિકા ઓનલાઈન મુકવામાં આવશે.
Published at : 10 Jan 2019 04:03 PM (IST)
View More





















