હાઇકોર્ટે જંત્રીના ભાવો ઉપર પણ સરકારને સવાલ કર્યો છે. ખેડૂતો પાસેથી સંપાદિત કરવાની જમીન મામલે અન્યાય થાય તે કેવી રીતે ચલાવી લેવાય? હાલ તમામ મુદ્દાઓ પર સોમવાર સુધીમાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે હાઇકોર્ટે આદેશ છે.
2/3
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં હાઈકોર્ટે સરકાર સામે કડક વલણ દાખવ્યું છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર શા માટે જમીન સંપાદન કરી રહી છે. તેવો હાઈકોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે. સાથે જ કોર્ટે ટાંક્યુ કે એકથી વધુ રાજ્યો માટેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનની સત્તા કેંદ્રને હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકાર શા માટે જમીન સંપાદનની કામગીરી કરી રહી છે?
3/3
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોજદીનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે કહ્યું જમીન સંપાદનની સત્તા કેંદ્ર પાસે છે તો રાજ્ય સરકાર કેમ કામ કરી રહી છે. સાથે કોર્ટે જંત્રીના ભાવ પર પણ સવાલ ઉઠાવ્યા છે.