વાંસદામાં પતિએ પત્ની અને અન્ય યુવતીને સાથે જોઈ જતાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી જેના કારણે પતિ ચિરાગે મારી નાંધવાની ધમકી આપતાં પત્ની વાંસદા પોલસ સ્ટેશને પોતે પોતાના પતિની કાયદેસરની પત્ની હોવા છતાં બીજી યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી વ્યાભિચારી જીવન ગુજારતા પતિ ચિરાગ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
2/5
ત્યારે એક દિવસ પતિ ચિરાગે પત્નીને કહ્યું હતું કે, હું નોકરી ઉપર જાઉં છું તેમ કહીને કંપનીમાં બે દિવસની રજા મૂકી હતી. આ વાતની પતિને શંકા જતાં પત્નીએ પતિનો પીછો કરતા ભરૂચ રેલવે સ્ટેશન ઉપર સાંજના સમયે કોઈ યુવતી સાથે ટ્રેનમાં સવાર થતાં તેણે નજરે નિહાળ્યું હતું અને બીજા દિવસે તેના પતિનું લોકેશન વાંસદા બતાવતા તે વાંસદા પહોંચી હતી.
3/5
જેમાં પતિ ચિરાગે અન્ય યુવતી સાથે સંબંધ હવે નહીં રાખે તે બાબતની આકતરી આપતાં સમાધાન કર્યું હતું અને પતિ-પત્ની ભરૂચ મુકામે રહેવા ગયા હતાં. પરંતુ ત્રણ મહિના વિતવા છતાં પતિ ચિરાગ તેની પત્ની સાથે પત્ની તરીકેનો સંબંધ રાખતો નહતો. જેથી પત્નીને શંકા જતાં પતિ શું કરે છે અને કોની સાથે મુલાકાત કરે છે તે બાબતે નજર રાખવાનું ચાલું કર્યું હતું.
4/5
ભરૂચના નર્મદા નગર જીએનએફસી ટાઉનશીપમાં રહેતી યુવતીને એક પુત્રી અને એક પુત્ર એમ બે સંતાનો હતો જ્યારે પતિ ચિરાગ ભરૂચ ખાતે જીએનએફસીમાં નોકરી કરે છે. પતિને અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ બંધાતા અવાર-નવાર આ બાબતે ઝઘડો થતો હતો. જેથી ચિરાગની પત્ની આ બાબતે આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
5/5
ભરૂચ: મૂળ નડિયાદનો રહેવાસી અને ભરૂચ જીએનએફસીમાં નોકરી કરતો ચિરાગ વાઘેલા તેની પ્રેમિકા સાથે વાસંદા આવી રહેતા પત્નીએ પીછો કરી પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં પતિએ પત્નીને મારી નાંખવાની ધમકી આપતાં પત્નીએ વ્યભિચારી પતિ સામે વાંસદા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.