કચ્છ જિલ્લાનો કોઈ ખેલાડી આઈપીએલમાં પસંદ થયો હોય તેવો પ્રથમ બનાવ છે. અગ્નિવેશ કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલનો ખેલાડી બન્યા બાદ તબક્કાવાર તેને પોતાની કારર્કિદી આગળ ઘડી હતી અને મહેનત થકી રણજીત ટ્રોફી સૌરાષ્ટ્રમાં પસંદગી પામ્યો હતો.
2/4
કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત આઇપીએલ ટુર્નામેન્ટમાં પંજાબ ઇલેવને કચ્છના ખેલાડીને 20 લાખમાં ખરીદ્યાના સમાચાર મળતાં જ ક્રિકેટના વર્તુળોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શેખર અયાચીના પુત્ર અગ્નિવેશને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં આઇપીએલ ટુર્નામેન્ટ માટે લેવામાં આવ્યો છે.
3/4
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે મંગળવારે જયપુરમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં દેશ વિદેશના 60 ખેલાડીઓની વિવિધ ફ્રેન્ચાઈઝીએ ખરીદી કરી હતી. આઈપીએલ યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડતું હોવાથી ભારતમાં પણ તેનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે.
4/4
અગ્નિવેશ અત્યાર સુધીમાં માત્ર ત્રણ લિસ્ટ એ મેચ રમ્યો છે. જેમાં મીડિયમ ફાસ્ટ બોલરે એક વિકેટ લીધી છે.