શોધખોળ કરો
ઉદેયપુરમાં હાર્દિક પટેલના ઘરે આજે પાસ કન્વીનરોની બેઠક, જાણો શું લેવાશે નિર્ણય
1/4

અમદાવાદઃ હાર્દિકે મંગળવારે એટલે કે આજે ઉદયપુરમાં પોતાના નિવાસસ્થાને ખાસ બેઠક બોલાવી છે આજે બપોરે 12.30 કલાકે મળનારી આ બેઠકમાં હાજર રહેવા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના તમામ તાલુકા અને જિલ્લાના કન્વીનરોને હાજર રહેવા કહેવાયું છે. હાલ હાર્દિકના નિવાસ્થાને પાસ કન્વીનરો પહોચવા લાગ્યા છે. આ બેઠકમાં અનામત સિવાયના બીજા કોઈ મુદ્દે કીએ ચર્ચા નહિ કરવાની હાર્દિકની કડક સૂચના છે.
2/4

હાર્દિકે ચીમકી આપી છે કે તેમનું આંદોલન પાટીદાર સમાજના હિત માટે છે અને સમાજને તોડવા કે લોલીપોપ આપવાનો પ્રયાસ થશે તો જાન્યુઆરીમાં દંગલ ખેલાશે. હાર્દિકને હાઈકોર્ટે જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે તે આવતા મહિને પૂરી થાય છે.
Published at : 29 Nov 2016 10:30 AM (IST)
View More





















