જ્યારે આપના કાર્યકરોને તો વહેલી સવારથી જ ડિટેઇન કરી નજર કેદ રાખવામાં આવ્યા હતા. કુલ 35 જેટલા લોકોની અટક કરી હતી.સરકારની આ કાર્યવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
2/5
મુખ્યમંત્રી જગાણા હેલીપેડથી વાહન દ્વારા એરોમા સર્કલ આવ્યા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા કાળાવાવટા ફરકાવી વિરોધ કરવામાં આવે તે પહેલાં કાર્યકરોની ધરપકડ કરાઇ હતી. ગુરુનાનકચોક તેમજ વિદ્યામંદિર નજીક પણ કોંગ્રેસ-પાસના કાર્યકરોની ધરપકડ કરાઇ હતી.
3/5
ભૂતકાળની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમમાં કૌભાંડો કર્યા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમથી 2011 માં ભારતનું સ્થાન 28મા ક્રમે હતું તે અત્યારે નવમા સ્થાને આવ્યું છે. 85 લાખ લોકોએ રમતોમાં ભાગ લીધો હતો. ભારતની વર્લ્ડકપની કબડ્ડીની ટીમના કેપ્ટન અનુપકુમાર, ઓલિમ્પિક શૂટર ગગન નારંગ, સૌપ્રથમ એવરેસ્ટ સર કરનારા ચેતન રાણા, એથ્લેટીક્સ મુરલી ગામીત, લજ્જા ગૌસ્વામી સહિત રમતવીરોને શક્તિદૂત યોજના અંતર્ગત રૂ.2થી 5 લાખના ચેક અપાયા હતા.
4/5
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, મા અંબાના આશીર્વાદ મળી રહે તે માટે પાલનપુરથી ખેલ મહાકુંભ શરૂ કરાયો છે. જેમાં 40 લાખ રમતવીરો પોતાનું કૌશલ્ય બતાવશે. ખેલમહાકુંભનો વિરોધ કરનારા તેની તાકાત નથી જાણતા રમત-ગમતથી યુવાનોના મનોબળ દ્દઢ બને છે. ખેલદિલની ભાવના કેળવાય છે. વ્યસન મુક્ત બને છે.
5/5
પાલનપુર: સુરતમાં ખુરશીઓ ઉછળ્યા બાદ હવે સરકાર જાહેર સમારંભનું ખૂબજ સાવચેતીપૂર્વક આયોજન કરી રહી છે. સરકારની સમે વધતો વિરોધ અને ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગઈકાલે પાલનુરથી શરૂ કરવામાં આવેલ ખેલમહાકુંભમાં લોકોને બેસવામાં માટે ખુરશીઓ જ મુકવામાં આવી ન હતી. લોકો જમીન પર બેસાડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાવ્યા પહેલા વિરોધ કરનારા કોંગ્રેસ, આપ અને પાસના કાર્યકરોને નજર કેદ કરી દેવાયા હતા. જ્યારે વિરોધીઓ સભામાં ન પ્રવેશી જાય તે માટે દરેકને ચેક કરાયા હતા.