બીલીમોરા: જાણે ફિલ્મ સ્ટંટ ભજવાતો હોય, તે રીતે બીલીમોરામાં બાઇક પર પોતાના મિત્ર સાથે ઘરે જઈ રહેલા પાટીદાર યુવક સાથે એક કાર પહેલાં અકસ્માત સર્જ્યો હતો અને બાઇક સાથે બંને યુવકોને નીચે પાડી દીધા હતા. આ અકસ્માત પછી ત્યાં છૂપાયેલા પંદર જેટલા શખ્સો હથિયારો સાથે દોડી આવે છે અને પાટીદાર યુવકની હત્યા કરીને નાસી જાય છે. આ ઘટનાની વિગતો એવી છે કે, બીલીમોરામાં બીગરી રોડ ઉપર મોડી રાતે બીગરી ગામના જીતેશ ઉર્ફે જીતુ રામુભાઈ પટેલ પોતાના મિત્ર શૈલેષ સાથે બાઇક લઈને બીલીમોરા કોઈ કામથી આવ્યો હતો. બીલીમોરામાં મિત્રોને મળીને જીતુ પટેલ અને તેના મિત્રો બાઇક (નં. જીજે-15-એએફ-521) પર બેસી બીગરી જવા રવાના થયા હતા. ત્યારે બાઇકને કારથી ટક્કર મારી નીચે પાડી દઇ ઇજાગ્રસ્ત પાટીદાર યુવક પર 10 થી 15 જેટલા અજાણ્યા સખ્સોએ લાકડાનાં ફટકાથી હુમલો કરી ફરાર થઇ ગયા હતા. જીતુને હુમલામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. જ્યારે બાઇક પર સવાર તેનો સાથીદાર હુમલો થતા ઘટના સ્થળેથી ફરાર થઇ જતા બચી ગયો હતો.
2/4
બીલીમોરાનાં બીગરી અને પોસરી ગામનાં યુવાનો વચ્ચે ઘણા વર્ષોથી અદાવત ચાલી રહી છે. ઉપરાંત બૂટલેગર પ્રવૃત્તિના કારણે પણ દારૂના વ્યવસાય સાથે સકળાયેલા લોકો પણ સામસામે આવતા રહ્યા છે. જેના કારણે આ જીવલેણ હુમલો થયાની શંકા સેવાય રહી છે.
3/4
ઘરે પરત ફરતી વખતે શૈલેષ બાઇક ચલાવી રહ્યો હતો અને જીતુ પટેલ તેની પાછળ બેઠો હતો. તેઓ રાત્રે બીગરી જતા રોડ પર પસાર થઇ રહ્યા હતા, ત્યારે ભાઠલા હાઇસ્કુલ ગેટ સામે રોડ ઉપર તેમની બાઇકને પાછળથી લાલ કલરની નેનો કાર (નં.જીજે-15-બીબી-0546)એ ટક્કર મારી હતી. જેના પગલે જીતુ પટેલ અને શૈલેષ રસ્તા પર ફસડાયા હતા. દરમિયાન હાઇસ્કુલના ગેટ બાજુથી 10થી 15ના ટોળાએ નીચે પટકાયેલા જીતુ પટેલ ઉપર લાકડાનાં ફટકાથી હુમલો કરી દીધો હતો.
4/4
શૈલેષ પોતાને બચાવીને છુપાઇ ગયો હતો, જ્યારે હુમલાખોરોએ જીતુ પટેલ પર હુમલો કરી લાકડાના ફટકાથી ઢોરમાર મારી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ શૈલેષે જીતુના ભાઇ જેકીને ફોન કરીને જાણ કરતા એમના મિત્રો સાથે તેઓ આવી પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા જીતુભાઇને નજીકની ખાંનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને સુરત અને ત્યાંથી નવસારીની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ગંભીર ઇજાને પગલે તેનું મોત નીપજ્યું હતુ. મૃતક જીતુ પટેલના મિત્ર શૈલેષ પટેલે આ ઘટના અંગે બીલીમોરા પોલીસમાં પોસરી ગામના લોકો સાથે ઝગડો ચાલતો હોય જૂની અદાવતમાં આ હુમલો કરાયાની શંકા રાખી અજાણ્યા 10 થી 15 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.