સુરત શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડયા હતા ત્યારે થોડા સમય બાદ પડેલા વરસાદને લઈ ઓફિસે જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
2/6
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી વિરામ લીધા બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગના વાંસદા અને વલસાડમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અમરેલી-સાવરકુંડલા ના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
3/6
રાજ્યમાં મોસમનો કુલ 73.87 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કોડિનાર તાલુકામાં 164.67 ટકા જયારે લખપતમાં સૌથી ઓછો 3.44 ટકા જ વરસાદ પડયો. ૩૩ જિલ્લાઓમાં વરસાદની ઘણી કમી રહી છે જેમાં પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણાનો સમાવેશ થાય છે.
4/6
5/6
6/6
હવે ચોમાસુ હળવે હળવે વિદાય લઇ રહ્યુ છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વાપી વલસાડ અને સૌરાષ્ટ્રમાં સાવરકુંડલાના ઘોબા અને ભમોદરામાં મેઘરાજા મહેરબાન થયા હતા.