શોધખોળ કરો
અમેરિકા લઈ જવાની લાલચ આપી માસીની દીકરી પર વારંવાર બળાત્કાર, તરછોડાયેલી યુવતીએ શું કર્યું?
1/3

વલસાડ: સગી માસીની દીકરીને દમણ લઈ જઈને યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બહાર આવી છે. વલસાડનો યુવક માસીની દીકરીને દમણ મિત્રો સાથે ફરવા જવાનું કહીને લઈ ગયો હતો અને ત્યાં દારૂ પીવડાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ પછી યુવકે માસીની દીકરીને અમેરિકા લઈ જવાની લાલચ આપી હતી અને તેની સાથે વારંવાર સેક્સ સંબંધો બાંધ્યા હતા અને બંને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. જોકે, હવે માસીના દીકરાએ તેને તરછોડી દેતા યુવતી પોલીસના શરણે આવતાં સમગ્ર ઘટના બહાર આવી છે.
2/3

દરમિયાન રાહુલે પ્રિયંકાને તરછોડતાં તે નાસીપાસ થઈ ગઈ હતી અને તેણે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને હોસ્પિટલ ખસેડતા તે બચી ગઈ હતી. હવે આ યુવતી રાહુલે કરેલા અન્યાય સામે પોલીસના શરણે આવી છે. પ્રિયંકાએ રાહુલ સામે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 21 Sep 2016 10:24 AM (IST)
Tags :
Rape On GirlView More





















