મંદિરના દાતા પરિવાર શ્રી સરસ્વત સીંઘ પરિવાર તેમજ પ.પૂજ્ય મોરારી બાપુ, સંતો-મહંતો, શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે લહેરી, ટ્રસ્ટી જે.ડી પરમાર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાયા પછી કળશ પુજા, શિખર પ્રતિષ્ઠા, સ્નપનવિધિ, આરતી તેમજ ધ્વજારોહણ જેવી અનેક વિધિઓ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પુરી કરી હતી.
3/6
આ વિજય મહોત્સવમાં યજ્ઞપુજા, સંતો-મહંતોની સત્સંગ સભા, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, કળશ, પુજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિલીપદાસજી બાપુ, મોરારીબાપુ પણ હાજર રહ્યા હતા.
4/6
શ્રી સરસ્વતી સીંઘ પરિવારના હસ્તે મંદિરનું મંડપ પ્રવેશ, દેવતા ઉત્થાપન, મુર્તીન્યાસ પુજા કરવામાં આવી હતી.
5/6
ધર્મ સભાના ત્રીજા દિવસે પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, માનનિય કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે લહેરી સાહેબ, ટ્રસ્ટી શ્રી જે.ડી પરમાર હાજર રહ્યા હતા.
6/6
જૂનાગઢ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા વારાણસી સ્થિત સરસ્વતીસિંહ પરિવારના સહયોગથી 11 કરોડના ખર્ચે રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. અને નવનિર્મિત મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ત્રિદિવસીય વિજય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.