શોધખોળ કરો

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

Vadodara Girl Death:સ્થાનિકો અને પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટના વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રહેણાંક વિસ્તારમાં બની હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડોદરાના જવાહરનગર એપાર્ટમેન્ટમાં બાલ્કનીમાંથી પડી સગીરાનું મોત.
  • કપડાં સૂકવતી વખતે ટેબલ પરથી સંતુલન ગુમાવતા નીચે પટકાઈ.
  • ત્રીજા માળેથી પડતા ઘટનાસ્થળે જ ગંભીર ઈજાથી મૃત્યુ થયું.
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Vadodara Girl Death: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. તાજેતરમાં વડોદરાના જવાહરનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલી ઘરની બાલ્કનીમાં કપડાં સૂકવી રહેલી શાલુ યાદવ નામની માસૂમ સગીરાનું ત્રીજા માળેથી નીચે પટકાવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.

ઊંચાઈ પર દોરી સુધી હાથ ન પહોંચતો હોવાથી તે બાલ્કનીમાં એક ટેબલ પર ચઢીને કપડાં સૂકવવાનો પ્રયાસ કરી રહી હતી. જે દરમિયાન અચાનક સંતુલન ગુમાવી બેસતા તે સીધી ત્રીજા માળેથી નીચે જમીન પર પટકાઈ હતી. આ આકસ્મિક અને ગમખ્વાર દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વ્હાલસોયી દીકરીના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજનના આદેશથી જ ગયો હતો', સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ ઈજનેરે હાઈકોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ

સ્થાનિકો અને પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટના વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રહેણાંક વિસ્તારમાં બની હતી. સગીરા શાલુ યાદવ રોજિંદા કામના ભાગરૂપે બાલ્કનીમાં ધોયેલા કપડાં સૂકવવા માટે ગઈ હતી. બાલ્કનીમાં બાંધેલી દોરી ઊંચી હોવાને કારણે તેણે નીચે એક ટેબલ મૂક્યું હતું. શાલુ જેવી ટેબલ પર ચઢીને કપડાં ફેલાવવાનો પ્રયત્ન કરવા ગઈ, કે તુરંત જ તેનો પગ લપસ્યો હતો અથવા ટેબલ હલી જતાં તેણે પોતાનું શારીરિક સંતુલન ગુમાવી દીધું હતું.

ત્રીજા માળેથી શાલુ સીધી નીચે સિમેન્ટના રોડ પર પટકાતા તેને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં સ્થાનિક લોકો અને પરિવાજનો તેને બચાવવા દોડ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. પોતાની આંખો સામે એકની એક વ્હાલસોયી દીકરીને ગુમાવી દેતા માતાનો કરુણ આક્રંદ જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જવાહરનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી, અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઊંચા બિલ્ડિંગોની બાલ્કનીમાં કામ કરતી વખતે રાખવામાં આવતી સાવચેતી અંગે મોટી ચિંતા જગાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget