શોધખોળ કરો
પાટીદારોને ચર્ચા માટે સરકારનું ખુલ્લુ નિમંત્રણ, શું કહ્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ? જાણો
1/3

રવિવારે ચાણસ્મા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનના સમાધાન માટે રાજ્ય સરકાર ઉદાર છે અને પાટીદાર આગેવાનોને ચર્ચા માટે આગળ આવવા સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો સૌપ્રથમ અભિવાદન સમારોહ પાટીદારોના ગઢ ચાણસ્મામાં રવિવારે યોજાયો હતો. નીતિન પટેલનું પાટીદાર સહિતના તમામ સમાજો દ્વારા બહુમાન કરાયું હતું.
2/3

આ સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હું કે મને નાયબ મુખ્યમંત્રી બનાવીને ગુજરાતના વિકાસની જવાબદારી સોંપાઇ છે ત્યારે પાટીદાર સહિત તમામ સમાજને મને સહકાર આપવા વિનંતી છે. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટણે જણાવ્યું કે, પાટીદાર સમાજ પહેલેથી જ ભાજપ સાથે રહ્યો છે અને પાટીદારો સાથે સરકારનું મન પણ ઉદાર રહ્યું છે ત્યારે આંદોલન અંગે સમાધાન થાય તે માટે ચર્ચા કરવા પાટીદારોને સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે.
Published at : 22 Aug 2016 11:09 AM (IST)
Tags :
PatidarsView More





















