શોધખોળ કરો
હાર્દિક પટેલની કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ, જાણો શું અપાયું કારણ ?
1/3

IBની સમીક્ષા મુજબ હાર્દિકનાં જીવ પર કોઇ પણ પ્રકારનું જોખમ નહીં હોવાથી ગૃહ વિભાગે હાર્દિકને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને અગાઉ ગુજરાત સરકારે પોલીસ સુરક્ષા આપવા કહ્યુ હતુ પરંતુ હાર્દિકે તે લેવાનો ઇનકાર કર્યો હતો.
2/3

અમદાવાદઃ PAAS કન્વિનર હાર્દિક પટેલની સુરક્ષા પરત ખેંચવામાં આવશે. ગૃહ વિભાગના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાટીદાર નેતા હાર્દિક પટેલને આપવામાં આવેલી Y શ્રેણીની સુરક્ષા પરત ખેંચવામાં આવશે. નોંધનીય છે કે હાર્દિક પટેલની સુરક્ષામાં આઠ સુરક્ષા કર્મચારીઓ ફરજ બજાવે છે.
Published at : 26 Apr 2018 09:51 AM (IST)
Tags :
Hardik PatelView More




















