મહત્વની વાત એ છે કે જો કામિલ પટેલ જીવિત હોત તો તે શનિવારે 30માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. કારણ કે શનિવારે કામિલનો બર્થ-ડે હતો. કામિલ પટેલને મિયામી બીચ પર એક બાર નજીક હત્યારાઓએ ગોળી મારી હત્યા કરી હતી. કામિલ આ મહિનાના શરૂઆતમાં જ મિયામી આવ્યો હતો.
2/7
મૃતક કામિલ પટેલ તેની ગર્લફ્રેન્ડ સાથે લઈને મિયામી બીચ પર આવ્યો હતો. તેની ગર્લફ્રન્ડ ફ્રેન્ડ કેટી પાર્કે ફેસબુક પેજ પર ગોફન્ડમી પર લખ્યું હતું કે હું જીવિત છું તેનો યશ કામિલ પટેલને જાય છે કારણ કે જ્યારે હત્યારાએ કામિલ કામિલને ગોળી મારી ત્યારે તેના છેલ્લા શબ્દો હતા. કેટી તું ચાલવાનું ચાલુ રાખજે. કામિલે મને ઘટના સ્થળેથી ઝડપી દોડવાનું કહ્યું હતું.
3/7
મિયામી બીચ પોલીસ ડિપોર્ટમેન્ટે હત્યારાની મહિતી આપનારને 5000 ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જ્યારે મૃતક કામિલ પટેલના મિત્રોએ તેના કુટુંબીજનોને મદદ કરવા માટે ફેસબુક પર GoFundMe નામું બનાવ્યું છે. જેનાથી કામિલ પટેલના ફ્યુનરલ અને મેમોરિઅલનો ખર્ચ કાઢવામાં આવશે.
4/7
સમગ્ર ઘટના નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, બેભાન બાલતમાં હતો અને અમને લાગ્યું હતું કે તે મૃત્યુ પામ્યો છે. તપાસમાં એવું ખબર પડી કે કારમાં કામિલ આવ્યો હતો અને તે કાર વ્હાઈટ સેડાન કાર હતી. જેનો નંબર CC34319 હતો.
5/7
જોસેફે પોલીસને જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળીને ત્યાં જઈને જોયું તો કારનો દરવાજો બંધ હતો અને સિક્યુરિટીએ પોલીસને ફોન કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
6/7
29 વર્ષની ઉંમરે મૃતક કામિલ પટેલ ટેક્સાસથી મિયામી આવ્યો હતો. 2006માં વિલિયમ્સવીલે હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ કર્યું હતું. કામિલ પટેલની હત્યાના પ્રત્યક્ષદર્શી પોલીને જણાવ્યું હતું કે, મેં ગોળીબારનો અવાજ સાંભળ્યો અને જોયું તો કોલીન્સ એવન્યૂ નજીક એક વ્યક્તિને ગોળી વાગી હતી અને તે જમીન પર ઢળી પડ્યો હતો.
7/7
મિયામીઃ અમેરિકાના ફ્લોરિડામાં મિયામી બીચ પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા એક પટેલ યુવકની કોઈ અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી છે. કામિલ પટેલ વિલિયમ્સવીલે ઈસ્ટ હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો હતો. સમગ્ર ઘટનાની સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.