ક્રિશના માતા પ્રવિણાબેને જણાવ્યું હતું કે, તેને મારા હાથની રસોઈ ખૂબ ભાવે છે. પહેલેથી જ અમે સાથે રહ્યાં છીએ ક્યારે પણ એકલો મુક્યો નહોતો. હોસ્ટેલમાં પણ રહ્યો નથી. તે વિદેશ એકલો જતો ત્યારે દુઃખ થયું હતું.
2/8
કેનેડાથી ગુજરાત ભરમાં ધૂમ મચાવનાર ક્રિશના પિતા અશોકભાઈ તેના વતન માંડાસણ ગામમાં 15 વર્ષ સુધી સરપંચ રહ્યાં હતાં. 30 વર્ષ સુધી અશોકભાઈએ હાઈસ્કૂલમાં ક્લેરીકલ વિભાગમાં ફરજ બજાવી હતી.
3/8
કેનેડામાં બિઝનેસનો કોર્ષ કરતાં ક્રિશનું પરિવાર હાલ સુરતમાં રહે છે. સુરતમાં ક્રિશના પપ્પા અશોકભાઈ, માતા પ્રવિણાબહેન અને દાદા નાનજીભાઈ કરમશીભાઈ ભંડેરી તથા મોટો ભાઈ યશ પણ રહે છે. ક્રિશનો મોટોભાઈ યશ સિવિલ એન્જિનિયરિંગ કર્યા બાદ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
4/8
જે એટલો બધો વાયરલ થતાં અમને ખુશી છે સાથે જ ક્રિશ અને અમે પણ એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે, પરિવારમાં પણ એ જ રીતે બાળકોએ રહેવું જોઈએ. જેથી એકલા પડીએ ત્યારે કષ્ટ ઓછું સહન કરવું પડે.
5/8
જોકે, પરિવારની સાથે રહીને જ ક્રિશ ભણ્યો હતો. પરંતુ પહેલીવાર તે કેનેડા પરિવારથી છૂટા પડી એકલો ગયો છે. જેથી તેને અહીંની લાઈફસ્ટાઈલ અને ત્યાં ગયા પછી કેટલો ફરક પડ્યો તેનો વીડિયો બનાવ્યો હતો.
6/8
સુરતના સરથાણા ખાતે આવેલી ઋષિકેશ ટાઉનશિપમાં રહેતા ક્રિશના પિતા અશોકભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમે પાંચેક વર્ષથી સુરતમાં રહીએ છીએ. અગાઉ જામનગરમાં ક્રિશ બાલમંદિરથી ધોરણ 10 સુધી ભણ્યો હતો અને 11 અને 12મું ધોરણ ગજેરા વિદ્યાલયમાં કોમર્સ સાથે કર્યું હતું. ત્યાર બાદ બિઝનેસનો કોર્ષ પણ કર્યો હતો.
7/8
અમદાવાદ: છેલ્લા કેટલાંય સમયથી સોશિયલ મીડિયા પર એક ગુજરાતી યુવકનો વીડિયો વાયરલ થયા છે. આ વીડિયો યુવક કેનેડામાં ન જવા અને ત્યાં તેને કેવા-કેવા કામ કરવા પડે છે તેનો વીડિયો પોસ્ટ કરે છે. કેનેડાની ધરતી પર પગ મુક્યાના 15 દિવસમાં જ ઘર યાદ આવતું હોય તેવો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલા ક્રિશ ભંડેરી મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામનો વતની છે.
8/8
ક્રિશના પિતા પહેલા ગામના સરપંચ હતાં. પરંતુ તેમનું પરિવાર છેલ્લા પાંચેક વર્ષથી સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. કન્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા ક્રિશના પિતાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાંથી ક્રિશ પહેલો એવો વ્યક્તિ છે જે વિદેશની ધરતી પર પહોંચ્યો છે અને તેના વાયરલ થયેલા વીડિયોથી અમે બધા ખૂબ ખુશ છીએ.