બચાવવામાં આવેલી બાળકીઓ પૈકી એકને નિર્દયતાથી મારવામાં આવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. હાલ તમામ બાળકીઓને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવી છે.
2/4
પોલીસના જણાવ્યા મુજબ, સેક્સ રેકેટ ચલાવનારાં લોકો બાળકીઓને આશરે દોઢથી બે લાખ રૂપિયામાં ખરીદતા હતા. જે બાદ તેમને હોર્માનના ઈન્જેક્શન આપીને મોટી કરતા અને બાદમાં દેહ વ્યાપાર કરાવતા હતા.
3/4
હૈદરાબાદઃ તેલંગાણાના હૈદરાબાદમાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે 11 છોકરીઓને બચાવી લીધી છે. 11માંથી 4 બાળકીની ઉંમર 7 વર્ષથી પણ ઓછી છે, જ્યારે સૌથી મોટી બાળકીની ઉંમર 12 વર્ષ છે. આ માસૂમ બાળકીઓ દેહ વ્યાપાર માટે ઓછા સમયમાં તૈયાર થઈ શકે તે માટે હોર્મોન ઈન્જેક્શન આપીને જલ્દી મોટી કરવામાં આવતી હતી. આ સંદર્ભમાં એક જ પરિવારના 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
4/4
ધરપકડ કરવામાં આવેલા લોકોમાં 6 તસ્કરો છે. તસ્કરોએ બાળકીઓ તેમની ઉંમર કરતાં મોટી દેખાય તે માટે એક ડોક્ટર રાખ્યો હતો. જે બાળકીઓને હોર્મોનના ઈન્જેક્શન આપતો હતો. આ ડોક્ટર 25,000 રૂપિયા ચાર્જ લેતો હોવાનું જાણવા મળ્યું છે.