નવી દિલ્લી: દિલ્લીમાં ચાલી રહેલા વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના બીજા દિવસે 1100 કિલો ખીચડી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જાણીતા શૅફ સંજીવ કપૂરની દેખરેખમાં ખીચડી બનાવી હતી. આ ખિચડીમાં 500 કિલો ચોખા, 300 કિલો દાળ, 100 કિલો ઘી અને અન્ય મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ગિનીસ બુક ઓફ રેકોર્ડના અધિકારી પણ હાજર રહ્યા હતા.
2/2
આ વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના ફેસ્ટિવલમાં કેન્દ્રીય ખાદ્યમંત્રી હરસિમરત કૌર, કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ અને યોગગુરુ બાબા રામદેવ પણ હાજર રહ્યાં હતાં. ખીચડી બનાવવાની પ્રક્રિયા શુક્રવારે રાતથીજ શરૂ કરી દેવામાં આવી હતી. આ ખિચડી અનાથ બાળકોમાં વિતરણ કરવામાં આવશે.