27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગ લગાવવામાં આવી હતી. જેમાં 59 કારસેવકો માર્યા ગયા હતા. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને તેના બીજા દિવસે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલમર્ગ સોસાયટીમાં ઝનૂની ટોળાએ હુમલો કરી આગ લગાવી હતી. જેમાં એહસાન ઝાફરી ઉપરાંત અન્ય 68 લોકોના મોત થયા હતા.
2/4
ઓક્ટોબર 2017માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોદી અને અન્ય 58 લોકોને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ક્લિન ચિટ આપવામાં આવી હતી. ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સીટની રચના કરી હતી અને 2012માં તેણે રિપોર્ટ સોંપ્યો હતો.
3/4
આ કેસમાં તપાસ થતી હતી ત્યારે 2006માં ઝાકિયાએ મોદી સહિત અન્ય મંત્રીઓ સામે પોલીસ કેસની માંગ કરી હતી. બે વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ગુલમર્ગ સામુહિક હત્યાકાંડ સહિત દંગાના નવ કેસની ફરીથી તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
4/4
નવી દિલ્હીઃ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો અંગે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપવા મુદ્દે પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સોમવાર, તા. 19 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ઝાકિયા ગુજરાત કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના વિધવા પત્ની છે. કોમી રમખાણો દરમિયાન એહસાન જાફરીને ઝનૂની ટોળા દ્વારા જીવતા સળગાવી દેવાયા હતા.