શોધખોળ કરો
પ્રપોઝ કરી મહિલાઓને ફસાવતો હતો આધેડ, મોડસ ઑપરેન્ડી જાણી ચોંકી જશો
1/4

મુરુગન બૂર્મા કોલોનીમાં રહે છે અને હોસૂરની રહેવાસી મહિલાની ફરિયાદ પર તેની ધરપકડ કરવામાં આવી છે. તે મહિલાઓને ઝાળમાં ફસાવી તેમની પાસેથી ચેન લઈ લેતો હતો. મુરુગન તમિલ અખબારમાં વર્ષ 2008થી લગ્નની નકલી જાહેરાત આપતો હતો. તે છૂટાછેડા હોવાનો દાવો કરતો અને પુનઃ લગ્ન કરવા માંગે છે તેમ જણાવતો હતો.
2/4

એક તપાસ અધિકારીએ જણાવ્યું કે, મુરુગન આ મહિલાઓને જ્યાં સીસીટીવી ન હોય તેવી જગ્યાએ જ મળતો હતો. મુરુગન પર વિશ્વાસ કર્યા બાદ જ્યારે મહિલા તેને સોનાના ઘરેણા આપી દેતી તે પછી ફોન બંધ કરીને સિમકાર્ડ કાઢીને ફેંકી દેતો હતો. તે એક ફોનમાં અનેક સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો. તેની પાસેથી 50 સિમકાર્ડ પણ મળી આવ્યા છે. મુરુગનનો ભોગ બનેલી મોટા ભાગની મહિલાઓ છૂટાછેડા લીધેલી હતી. 10મું ડ્રોપઆઉટ મુરુગન પરણિત છે અને બે બાળકોને પિતા પણ છે.
Published at : 15 Aug 2018 01:19 PM (IST)
View More




















