બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ગામના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે.
2/3
સીએમ યોગી આદિત્યનાથે બદાયૂના ડીએમને ઘટના સ્થળ પર પહોંચીને ઝડપી રાહત અને બચાવ કાર્યને શરૂ કરવાના આદેશ આપ્યા છે. હાલમાં પ્રશાસને ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલાને ખડકી દીધો છે.
3/3
લખનઉ: ઉત્તરપ્રદેશના બદાયૂના રસૂલપુર ગામ પાસે એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. દિવાળી માટે અહી ફટાકડા બનાવવામા આવી રહ્યાં હતા, ત્યારે જ અહી એક બ્લાસ્ટ થયો હતો. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામા આવી છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.