શોધખોળ કરો
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાતઃ સુપ્રીમ કોર્ટ
1/3

બેન્ચે આ ચૂકાદો દિલ્હી હાઈકોર્ટના એક ઓર્ડરની વિરુદ્ધ કેન્દ્રની અરજી પર આપવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના શ્રેયા સેન અને જયશ્રી સતપુતે 2018-19નું ઈન્કમ ટેકસ રિટર્ન પાન અને આધારને લીન્ક કર્યા વગર દાખલ કરવાને પરવાનગી આપી દીધી હતી.બેન્ચે કહ્યું કે હાઈકોર્ટે આ ચૂકાદો એ તથ્યને ધ્યાનમાં રાખીને આપ્યો હતો કે આ મામલો અમારી કોર્ટમાં પેન્ડિંગ છે. બાદમાં અમારી કોર્ટે એ નક્કી કર્યું કે ઈન્કમ ટેકસ એક્ટની કલમ 139AAને યથાવત રાખવામાં આવે. આ સંજોગોમાં પાન કાર્ડ અને આધાર કાર્ડને લીન્ક કરવું જરૂરી છે.
2/3

નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત હોવાનું સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું.. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેન્ચે કહ્યું કે આ મામલામાં કોર્ટ અગાઉ પણ ચૂકાદો આપી ચૂકી છે અને ઈન્કમ ટેક્સ એકટની કલમ 139AAને યથાવત રાખી છે.
Published at : 06 Feb 2019 08:07 PM (IST)
View More





















