‘પાસપોર્ટ સેવા’ એપ ડાઉનલોડ કરવા તમારે ગૂગલ પ્લેટસ્ટોર પર જવાનું રહેશે. અહીંથી તમે આ એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપ દ્વારા તમે પાસપોર્ટ સાથે જોડાયેલ અનેક કામ કરી શકશો.
2/5
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જાણકારી આપી કે પાસપોર્ટ બનાવવા માટે મેરીજ સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. તેમણે જણાવ્યું કે, છૂટાછેડા લીધેલ મહિલાઓએ પોતાના પૂર્વ પતિનું નામ આપવું પણ જરૂરી નથી.
3/5
વિદેશ પ્રધાન અનુસાર પોલીસ દ્વારા વેરીફિકેશન તમે એપમાં આવેલ એડ્રેસ પર જ કરવામાં આવશે. વેરીફિકેશન સફળ થયા બાદ પાસપોર્ટ પણ તમારા આ જ એડ્રેસ પર મોકલી દેવામાં આવશે.
4/5
નવી દિલ્હીઃ મોદી સરકાર તરફથી સામાન્ય વ્યક્તિ માટે એક ખુશખબર આવ્યા છે. હવે તમે ઘર બેઠે જ પાસપોર્ટ માટે અરજી કરી શકશો. પાસપોર્ટ બનાવ્યા બાદ તે સીધો જ તમારા ઘરે આવી જશે. ખુદ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે મંગળવારે તેની જાણકારી આપી છે.
5/5
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે તેની જાણકારી આપતા કહ્યું કે, તેના માટે તમારે મોબાઇલ પર ‘પાસપોર્ટ સેવા’ એપ ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ કર્યા બાદ તમે તેના દ્વારા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. સુષ્માએ જણાવ્યું કે, દેશના કોઇપણ ભાગથી પાસપોર્ટ બનાવવા માટે અરજી કરી શકાશે.