ઓવેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પડકાર ફેંકતા કહ્યું છે કે, તે મારી સાથે પાંચ મિનીટની ચર્ચા કરે, બન્નેની દુકાનો બંધ થઇ જશે. ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન ઓવેસી બધાને ચોંકાવતા ભગવા લૂકમાં દેખાયા હતા. તેમના માથે ઇસ્લામી ટૉપીની જગ્યાએ ભગવા રંગનો સાફો બાંધેલો જોવા મળી રહ્યો હતો.
2/6
બેગગામઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા એકબીજા પર ચાબખા મારવાના શરૂ થઇ ગયા છે, ત્યારે આ બધાની વચ્ચે હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ કુદી પડ્યા છે, તેમને ભાજપ અને કોંગ્રેસને પડકાર ફેંક્યો છે.
3/6
ઓવેસીએ કહ્યું કે, ''કોંગ્રેસ મને ગયા વર્ષથી કર્ણાટકમાં આવવા ન હોતી દેતી, હવે મને કોઇ નહીં રોકી શકે. મોદીને હરાવવાની તાકાત કોંગ્રેસમાં નથી. જે પ્રાદેશિક પક્ષો છે તેમને એકસાથે આવીને ત્રીજો મોરચો બનાવવો જોઇએ.''
4/6
5/6
નોંધનીય છે કે, અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઇએમઆઇએમની દેશમાં કેટલાક ભાગમાં મુસ્લિમ વસ્તીની વચ્ચે સારી પકડ માનવામાં આવે છે. જોકે કર્ણાટકમાં કોઇ ખાસ પકડ નથી રહી. કર્ણાટકમાં મુસ્લિમની સંખ્યા કુલ વસ્તીના 16 ટકા છે. રાજ્યની કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી લગભગ 60 પર આનો ખાસ્સો એવો પ્રભાવ માનવામાં આવે છે. કર્ણાટક વિધાનસભા માટે 12 મેએ મતદાન યોજાશે અને 15 મેએ મતગણતરી હાથ ધરાશે.
6/6
ઉલ્લેખનીય છે કે, એઆઇએમઆઇએમ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પાર્ટી જનતા દળ સેક્યૂલર (જેડીએસ)ને સપોર્ટ કરી રહી છે. પાર્ટીએ ચૂંટણીમાં પોતાના કેન્ડિડેટ નથી ઉતાર્યા. જેડીએસના પક્ષમાં બેલગામમાં એક જનસભાને સંબોધિત કરતાં ઓવેસીએ કોંગ્રેસ-ભાજપ પર સીધુ નિશાન સાધ્યું હતું.