નવી દિલ્લીઃ સગીરાનું જાતીય શોષણ કરવાના કેસમાં આરોપી એવા 80 વર્ષના આસારામ છેલ્લા બે વર્ષથી જેલની હવા ખાય છે પણ લાગે છે કે તેમની જૂની આદતો હજુ ગઇ નથી. દિલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવવા પહોંચેલા આસારામને નાસ્તો આપવા માટે જ્યારે નર્સ પહોંચી તો તેને જોતા જ આસારામ તેની સાથે ફ્લટિંગ કરવા લાગ્યો હતો.
2/4
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટેમાં અરજી કરી આસારામે કેરળમાં આર્યુવેદ પદ્ધિતિથી સારવાર કરાવવાની મંજૂરી માટે વચગાળાના જામીન માંગ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને દિલ્લીની એઇમ્સમાં ટેસ્ટ કરીને મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
3/4
આસારામ આટલા સુધી ન રોકાયો ન હતો, તેણે ડોક્ટરોને કહ્યું કે હું તો બીમારીથી 80 વર્ષનો થઇ ગયો છું. ઘરડો થઇ ગયો છું. ડોક્ટર સાહેબ! મારો ઇલાજ કરી દો, આટલી બધી તપાસો કરી લીધી, હવે તો મને પહેલા જેવો યુવાન કરી દો.
4/4
નર્સને જોઇ આસારામ બોલવા લાગ્યા કે, તું તો પોતે જ માખણ જેવી છે, ‘બ્રેડની સાથે માખણ લાવવાની શું જરૂર હતી, તારા ગાલ પણ સફરજન જેવા લાલ છે. તું કાશ્મીરની હોવી જોઇએ. તમારા ગાલ ત્યાંના સફરજન અને ટામેટા જેવા લાલ છે.’