આ ચારેય સામે પણ આસારામની જેમ 6 નવેમ્બર, 2013ના રોજ પોક્સો તથા જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરાયું હતું. જો કે કોર્ટે શિવા અને શિલ્પીને દોષિત ઠેરવતાં તેમને પાંચ વરસની ઓછામાં ઓચી સજા થઈ શકે છે. આ કેસમાં આસારામને દસ વરસથી આજીવન કારાવાસની સજા થઈ શકે છે.
2/5
શિલ્પી આસારામના છિંદવાડા આશ્રમની ગૃહમાતા હતી. શિલ્પી જ જે સગીરા પર આસારામે બળાત્કાર ગુજાર્યો તે છોકરીને આસારામ પાસે લઈ ગઈ હતી. આસારામે આ છોકરીને હવસનો શિકાર બનાવીને તેની જીંદગી બરબાદ કરી નાંખી.
3/5
શિવા, શિલ્પી, શરદ અને પ્રકાશે આસારામના દુષ્કર્મમાં મદદગારી કરી હતી તેવું પોલીસે આરોપનામામાં જણાવ્યું હતું. આ પૈકી શિવા આસારામનો ખાસ માણસ મનાતો હતો અને આસારામની તમામ સગવટો સાચવવાની કામગીરી તે બજાવતો હતો.
4/5
આ આરોપીઓમાં શિવા, શિલ્પી, શરદ અને પ્રકાશનો સમાવેશ થતો હતો. આ પૈકી શિવા અને શિલ્પીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે જ્યારે શરદ અને પ્રકાશને નિર્દોષ છોડ્યા છે. આસારામે જોધપુરથી 30 કિલોમીટર દૂર આવેલા માનસી આશ્રમમાં સગીરા પર બળાત્કાર કર્યો હતો.
5/5
જોધપુરઃ ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો સિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં આસારામ સહિત ત્રણ આરોપીને દોષિત ઠેરવાયા છે પણ મોટા ભાગનાં લોકોને બાકીના ચાર આરોપી કોણ હતા તે જ ખબર નથી.