નોંધનીય છે કે 14 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આશિષ પાંડે એક યુવતીને ગન બતાવી ધમકી આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કેટલાક લોકોએ વચ્ચે પડી તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. આશીષ પાંડે પણ આરોપ હતો કે તે લેડીઝ ટોઇલેટમાં ઘૂસ્યો હતો. જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો તો તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.
2/3
આશીષ પાંડેએ 14 ઓક્ટોબરથી દિલ્હી પોલીસ શોધી રહી હતી. દિલ્હી પોલીસે લખનઉ સહિત આશિષના અનેક અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા પરંતુ તેને પકડવામાં સફળતા મળી નહોતી. જોકે, બાદમાં તેણે આત્મસમર્પણ કરી લીધું છે. યુવતીને ગન બતાવવાને લઇને આશીષે કહ્યું કે, આ મારી મોટી ભૂલ હતી. હું તેનો સ્વીકાર કરું છું. ઘટનાને એક તરફી બતાવવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ જોવામાં આવે જેથી ખ્યાલ આવી જાય કે લેડીઝ ટોઇલેટમાં કોણ ઘૂસ્યું હતું અને કોણે કોને ધમકી આપી હતી. મે બંદૂક બતાવી નથી. યુવતીએ અશ્લીલ ઇશારા કર્યા હતા. મને ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ છે. હું ગન લઇને હોટલમાં ગયો નહોતો. ગન કારમાં રાખી હતી. એકવખત પણ ગન કોઇને બતાવી નહોતી. આખા સમયમાં ગન મેં પાછળ રાખી હતી. હું મારી રક્ષામાં ગન રાખી શકતો નથી? મારુ લાયસન્સ કાયદેસર છે.
3/3
નવી દિલ્હીઃ ફાઇવ સ્ટાર હોટલમાં યુવતીને ગન બતાવી ધમકાવવા મામલે આરોપી આશીષ પાંડેએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આજે સરેન્ડર કર્યું હતું. તેણે જામીનની અરજી દાખલ કરી નથી. હાલમાં આશીષને પોલીસ હિરાસતમા મોકલવામાં આવ્યો છે. બહુજન સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ રાકેશ પાંડેના દીકરા આશીષ પાંડેએ સરેન્ડર કરતા અગાઉ એક વીડિયો જાહેર કરી કહ્યું હતું કે, મને ફસાવવામાં આવ્યો છે. મને એ રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે જાણે હું આતંકવાદી છું. મારું મીડિયા ટ્રાયલ થઇ રહ્યું છે.