શોધખોળ કરો
વાજપેયીની ખબર-અંતર પૂછવા AIIMS પહોંચ્યા અડવાણી, રાહુલ પણ જશે
1/5

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત ખૂબ ખરાબ થઇ ગઇ છે. તેમને એઇમ્સમાં ફૂલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં તેમની તબિયત ખૂબ ખરાબ થઇ છે. પૂર્વ વડાપ્રધાનના ખબરઅંતર પૂછવા માટે ઉપરાષ્ટ્રપતિ નાયડુ એઇમ્સ પહોંચ્યા હતા. તે સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ એઇમ્સ પહોંચ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ એઇમ્સ પહોંચ્યા હતા.
2/5

મુરલી મનોહર જોશી, અરવિંદ કેજરીવાલ, પણ એઇમ્સ પહોંચશે. તે સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ પહોંચશે. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાજપેઇના ખબર-અંતર પૂછવા એઇમ્સ જશે. આ અગાઉ ગઇકાલે વડાપ્રધાન મોદીએ એઇમ્સ પહોચી વાજપેયીની તબિયત અંગેની જાણકારી મેળવી હતી.
Published at : 16 Aug 2018 10:01 AM (IST)
Tags :
Venkaiah NaiduView More




















