તમને જણાવી દઈએ કે, જ્યારથી લોકોના ખાતામાં પૈસા આવ્યા છે, બેન્ક બહાર લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. લોકોના ખાતામાં આ પૈસા (NEFT) દ્વારા આવી રહ્યા છે.
2/4
પૂર્વ વર્ધમાન જીલ્લાની કેતુગ્રામ 2 નંબરની પંચાયત સમિતિના શિબલૂન, બેલૂન, ટોલાબાડી, સેનપાડા, અમ્બાલગ્રામ, નબગ્રામ અને ગંગાટીકુરી જેવા કેટલાએ વિસ્તારોમાં લોકોના બેન્ક એકાઉન્ટમાં 25-25 હજાર રૂપિયા જમા થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, આવું એક વખત નહી પરંતુ 2-2 વખત થયું છે.
3/4
નવી દિલ્હીઃ જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યૂકો બેંક અથવા યૂનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયામાં છે તો તમારું બેંક બેલેન્સ ચોક્કસ ચેક કરી લો. કારણ કે થોડા દિવસ પહેલા બેંકોના અનેક ખાતાધારકોના ખાતામાં 25-25 હજાર રૂપિયા જમા થઈ ગયાના અહેવાલ છે. પહેલા ખાતામાં 10 હજાર રૂપિયા જમા થયા અને બાદમાં ફરી 15 હજાર રૂપિયા જમા થયા. પ.બંગાળના બર્ધમાન જિલ્લામાં અનેક લોકોના ખાતામાં રૂપિયા જમા થવાના અહેવાલ આવ્યા છે.
4/4
જેટલા લોકોને પૈસા મળી રહ્યા છે, તેમના ખાતામાં 10 હજાર અથવા 25 હજારની રકમ આવી છે. આ પૈસા તે લોકોને મળ્યા છે, જેમના ખાતા યૂકો બેન્ક, યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડીયા અને એસબીઆઈમાં છે. બેંકોએ પણ આ મુદ્દે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે.