ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીનમાં એચએમપીવી સંક્રમણના કેસો વધી રહ્યા છે. 2024માં દેશમાં HMPVના 327 કેસ નોંધાયા હતા
Malaysia HMPV Virus: ચીનમાં એચએમપીવી સંક્રમણના કેસો વધી રહ્યા છે. 2024માં દેશમાં HMPVના 327 કેસ નોંધાયા હતા, જે 2023ના 225 કેસ કરતાં 45 ટકા વધુ છે. ચીન સહિત અન્ય દેશોમાં ફેફસાના રોગો વધવાના અહેવાલો વચ્ચે આ વધારો થયો છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ અનુસાર, મલેશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને પોતાની સંભાળ રાખવાની વિનંતી કરી છે.
મંત્રાલયે કહ્યું કે લોકોએ વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, ફેસ માસ્ક પહેરવું જોઈએ અને ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકવા જોઈએ. મંત્રાલયે જણાવ્યું હતું કે, "લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સક્રિયપણે તેમના સ્વાસ્થ્યની કાળજી રાખે અને અન્ય લોકોના ચેપને અટકાવે, ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઇએ. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં મુસાફરી કરવાનું આયોજન કરે છે."
જો કે, મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે HMPV એ નવો રોગ નથી. એચએમપીવી એ ન્યુમોવિરિડે પરિવારના વાયરસને કારણે થતો શ્વસન ચેપ છે. લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોય છે, પરંતુ ગંભીર કિસ્સાઓમાં બ્રોન્કાઇટિસ અથવા ન્યુમોનિયા થઇ શકે છે.
HMPV શા માટે ચર્ચામાં છે?
HMPV એ ન્યુમોવિરિડે પરિવારનો વાયરસ છે. તેની શોધ 2001માં થઈ હતી. તે એક શ્વસન વાયરસ છે જે સામાન્ય રીતે સામાન્ય શરદી અથવા ફલૂ જેવા લક્ષણો સાથે ઉપલા અને નીચલા હિસ્સામાં શ્વસન ચેપનું કારણ બને છે. ઈન્ફલ્યુએન્ઝા A, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને COVID-19 જેવા અન્ય શ્વસન રોગોની સાથે ચીનમાં હાલમાં HMPV ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અહેવાલો સૂચવે છે કે કેટલાક વિસ્તારોમાં હોસ્પિટલોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ ચીની સત્તાવાળાઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કટોકટીની સ્થિતિ જાહેર કરી નથી.
ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, આ વાયરસ વર્ષ 2001માં શોધાયો હતો અને તે ઉત્તરીય ક્ષેત્રમાં 14 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ફેલાઈ રહ્યો છે. ઠંડીના કારણે લોકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. નેશનલ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એડમિનિસ્ટ્રેશને આ વાયરસ અંગે લેબ રિપોર્ટિંગ માટે પ્રક્રિયા શરૂ કરી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 16 થી 22 ડિસેમ્બરની વચ્ચે ચેપ ઝડપથી વધ્યો હતો.