કોંગ્રેસ-જેડીએસ પોતાના ધારાસભ્યને લઈને રાજ્યની બહાર હૈદરાબાદ પહોંચી ગઈ છે. અન્ય બે ધારાસભ્ય જેની પર બીજેપીનો દાવો છે કે તેઓ કાલે કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં જોવા મળ્યા હતાં. આવામાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કાલે યેદુરપ્પાને બહુમત હાસિંલ કરવાની છે ત્યારે આટલા ઓછા સમયમાં બન્ને ધારાસભ્યનો ફરીથી પોતાની બાજુ કરવામાં બીજેપી સફળ રહે છે કે નહીં હવે તે જોવાનું રહ્યું.
2/6
જેડીએસનું કહેવું છે કે બીજેપી અમારા ધારાસભ્યાને 100-100 કરોડ રૂપિયામાં ખરીદવાની કોશીશ કરે છે પરંતુ આમાં તે સફળ નહીં રહે. બધાં 37 ધારાસભ્યો અમારી સાથે છે. જો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનો દાવો સાચો સાબિત થાય છે તો કાલે સાંજે ચાર વાગ્યા બાદ યેદુરપ્પાના મુખ્યમંત્રી રહેવું મુશ્કેલ છે.
3/6
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારાસભ્યો અમારી સાથે છે. અમને 100 ટકા ભરોસો છે કે કાલે વિજય થશે. કોંગ્રેસના વધુ એક નેતાના જણાવ્યા અનુસાર એક ધારાસભ્ય ગાયબ છે બાકી બધાં 77 ધારાસભ્ય અમારી સાથે છે.
4/6
જેડીએસ નેતા કુમારસ્વામીએ બે સીટો પરથી જીત મેળવી હતી તેમને એક સીટ છોડવી પડશે. આવામાં હાલ વિધાનસભાની સંખ્યા 222થી 221 થઈ જશે. ત્યારે બહુમત માટે 111 સીટો જોઈએ. બીજેપી પાસે કર્ણાટકમાં 104 સીટો છે. જો વિપક્ષ (જેડીએસ અને કોંગ્રેસ)ના 10 ધારાસભ્ય વોટિંગ સમયે ગાયબ રહે છે તો બહુમત સાબિત કરવા માટે 106 સીટોની જ જરૂર પડશે. હવે જો બન્ને અન્ય ધારાસભ્ય બીજેપીના પક્ષમાં વોટ આપે છે તો બીજેપી 106 સીટો (બીજેપી 104+ 1કેપીજેપી+1 અન્ય)નો આંકડો મેળવવામાં સફળ થઈ જશે.
5/6
બીજેપીનો દાવો જો સાચો સાબિત થઈ જશે અને 12 ધારાસભ્યો ભાજપ તરફ આવી જશે તો યેદુરપ્પા મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં સફળ રહેશે. અમે તમને સીટોની રમત આંકડામાં સમજાવી છીએ.
6/6
બેંગલોર: કર્ણાટકના રાજકારણમાં બદલાતા ઘટનાક્રમની વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાને કાલે સાંજ ચાર વાગે ‘ફ્લોર ટેસ્ટ’નો સામનો કરવો પડશે. ભાજપને સરકાર બનાવવા માટે 8 સીટોની જરૂર છે. બીજેપીને સંપૂર્ણ ભરોસો છે કે તે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના ધારાસભ્યોને પોતાની બાજુ કરવામાં સફળ રહેંશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 12 ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં છે. જેમાંથી 8 કોંગ્રેસ, બે જેડીએસ અને દે અન્યના ધારાસભ્યો સામેલ છે.