છત્તીસગઠમાં 12મી નવેમ્બરના રોજ નક્સલ પ્રભાવિત 18 બેઠક માટે ચૂંટણી યોજાશે. જ્યારે બાકીની 72 બેઠક માટે 20મી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. 11મી ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. 2013ના વર્ષમાં છત્તીસગઢમાં બીજેપીને 49 બેઠક, કોંગ્રેસને 39 બેઠક તેમજ બીએસપી અને એક અપક્ષને એક-એક બેઠક મળી હતી.
2/6
જે ધારાસભ્યોની ટીકિટ કાપવામાં આવી છે તેમાં રામશીલા સાહુ (મંત્રી), યુધવીરસિંઘ જુદેવ, સુનિતા રાઠિયા, વિદ્યારતન ભાસિન, રાજુ કઠરિયા, ભોજરામ નાગ અને નવીન મુર્કેન્ડેનો સમાવેશ થાય છે.
3/6
આ અંગે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સાંસદ વિક્રમ ઉસેન્ડી બસ્તર વિસ્તારની અંતગઢ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમજ તાજેતરમાં બીજેપીમાં જોડાયેલા પૂર્વ રાયપુર કલેક્ટર એસ.પી. ચૌધરી ખરસૈયા બેઠક પરથી ચૂંટણી લડશે.
4/6
બીજેપી તરફથી છત્તીસગઢ વિધાસભાની કુલ 90 બેઠકમાંથી 77 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 14 મહિલાઓને ટીકિટ આપવામાં આવી છે જ્યારે 14 વર્તમાન ધારાસભ્યોની ટીકિટ કાપવામાં આવી છે.
5/6
બીજેપીની મધ્યસ્થ ચૂંટણી સમિતિની બેઠક બાદ તેલંગાણા અને મિઝોરમના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંઘ, પાર્ટી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ઉમેદવારોના નામની યાદી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
6/6
રાયપુરઃ શનિવારે ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે રમણસિંઘનું નામ જાહેર કર્યું હતું. આ સાથે જ પાર્ટી તરફથી ઉમેદવારની પ્રથમ યાદી પણ જાહેર કરાઈ છે. આ યાદીમાં બીજેપીએ વર્તમાન મંત્રી સહિત 14 ધારાસભ્યને ટીકિટ કાપવામાં આવી છે. બીજેપી તરફથી 77 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢમાં નવેમ્બરમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.