પત્રકારો સાથે વાતચીત કરતા ઉદિત રાજે ઉદ્ગતાઇની હદ વટાવતા કહ્યું કે, મહિલાઓ પુરુષ પાસેથી બે-ત્રણ લાખ રૂપિયા લે છે અને પછી તેના પર આરોપ લગાવે છે અને પછી બીજા પુરુષને પકડે છે. હું સ્વીકારું છુ કે, આ પુરુષોનો સ્વભાવ છે. પણ શું મહિલાઓ પરફેક્ટ છે? શું તેઓ તેનો ગેરલાભ નથી ઉઠાવતી? પુરુષોનું જીવન આમાં બરબાદ થઇ જાય છે.
2/5
નવી દિલ્હીઃ હાલમાં #MeToo કેમ્પેઇન દ્વારા મહિલાઓ પોતાની સાથે ભૂતકાળમાં થયેલ જાતીય શોષણની ઘટનાઓનો સોશિયલ મીડિયામાં ખુલાસો કરી રહી છે. અનેક હસ્તિઓ પર આરોપો લાગ્યા છે. જેના કારણે આ કેમ્પેઇન ચર્ચાનો વિષય બની ગયું છે. તેને લઈને બધા લોકોનો પોતાનો મત પણ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ ઉદિતરાજે ચોંકાવનારો મત આપ્યો છે.
3/5
ઉદિત રાજે ટ્વીટ કરતા લખ્યું કે, મી ટૂ કેમ્ટેઇન જરૂરી છે પણ જે ઘટના દશ વર્ષ પહેવા બની છે તે વિશે હવે આરોપ લગાવીને શો મતલબ છે? વર્ષો પછી લગાવવામાં આવેલા આરોપોને કઇ રીતે સાબિત કરશો? આપણે એ ધ્યાન રાખવું જોઇએ કે, આ પ્રકારનાં આરોપો લગાવવાથી કોઇ વ્યક્તિનું જીવન બગડી શકે છે. આ કેમ્પેઇન ખોટી દિશામાં ચાલી રહ્યું છે.
4/5
ભાજપના સાંસદ ઉદિત રાજે કહ્યું કે, મી ટૂ કેમ્પેઇન ભારતમાં પ્રવેશ્યુ અને તેનો ખોટી રીતે ઉપયોગ થઇ રહ્યો છે. કેમ કે, મહિલાઓને એવી ટેવ હોય છે કે, તેઓ પહેલા-ચાર લાખ રૂપિયા લઇ લે છે અને પછી પુરુષો પર ખોટા આરોપ લગાવે છે.
5/5
ઉદિત રાજે આવી ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી અને જાતીય શોષણનો જેના પર આરોપ છે તેવા નાના પાટેકરનો બચાવ કરવા લાગ્યાં. તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, 10 વર્ષ પહેલા એક ફિલ્મનાં શુટિંગ દરમિયાન નાના પાટેકરે તેમની સાથે અયોગ્ય વર્તન કર્યુ હતું.