શોધખોળ કરો
દેશમાં ખેડૂતોને નથી મળી રહ્યો મોટાભાગની યોજનાઓનો લાભ, BJP સાંસદનું ચોંકાવનારું નિવેદન
1/3

તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, 1952થી લઈ અત્યાર સુધી 100 ઉદ્યોગપતિઓને જેટલા રૂપિયા આપ્યા તે રકમના માત્ર 17 ટકા રૂપિયા જ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને અત્યાર સુધીમાં આર્થિક સહાયતા તરીકે આપ્યા છે. એટલે કે દેશની 70 ટકા વસતિને છેલ્લા 67 વર્ષમાં જેટલી આર્થિક મદદ રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને કરી છે તેનાથી અનેક ગણા વધારે પૈસા 100 ધનવાન પરિવારનો આપ્યા છે. આવી સ્થિતિમાં આપણે ખેડૂતોની વાત કરીએ છીએ.
2/3

ગાંધીએ એમ પણ કહ્યું કે, દેશમાં થતા કુલ ફળ ઉત્પાદનના 56 ટકા શરૂઆતના 96 કલાકમાં જ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાના અભાવે સડી જાય છે. ભારતની મંડીઓમાં ખેડૂતોએ તેમનો પાક વેચવા માટે સરેરાશ 1.6 દિવસ રાહ જોવી પડે છે. પરિણામે રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે ઘણીવાર તે પાક ઓછા ભાવે વેચવા મજબૂર બને છે.
Published at : 06 Jan 2019 06:39 PM (IST)
View More





















