શોધખોળ કરો
કર્ણાટકમાં જો ધારાસભ્યોને બંધક બનાવવામાં ન આવ્યા હોત તો અમારી સરકાર હોત: અમિત શાહ
1/5

અમિત શાહે કૉંગ્રેસ-જેડીએસ પર નિશાન સાધતા કહ્યું, આજે જ્યારે સરકાર બનાવવા માટે JDS અને કોંગ્રેસ એક પ્લેટફોર્મ પર આવ્યા તો કર્ણાટકની જનતા જશ્ન નથી મનાવી રહી. કોંગ્રેસ અને JDS જશ્ન મનાવી રહ્યાં છે. કોંગ્રેસ કઈ વાતનું જશ્ન મનાવે છે. કોંગ્રેસની બેઠક 122 હતી, 78 સીટ રહી ગઈ. મિનિસ્ટર હારી ગયા, મુખ્યમંત્રી હારી ગયા ત્યારે શું આ વાતનું જશ્ન મનાવે છે કોંગ્રેસીઓ?
2/5

અમિત શાહે કહ્યું કે, "JDSએ પ્રચાર દરમિયાન કોંગ્રેસની નિષ્ફળતાઓ જ ગણાવી હતી. પરિણામ સ્પષ્ટ બતાવે છે કે જનતાએ કોંગ્રેસને નકાર્યું છે. આ કન્ફયૂઝ મેન્ડેટ નથી. મેજીક ફિગરથી અમે માત્ર 7 બેઠક જ દૂર રહ્યાં. ભાજપ લગભગ 13 સીટો નોટાથી પણ ઓછા માર્જીનથી હાર્યું છે. બેંગલુરુમાં અમે 6 બેઠક નોટાથી પણ ઓછા માર્જીનથી હાર્યા."
Published at : 21 May 2018 05:32 PM (IST)
View More




















