સુત્રોના જણાવ્યા પ્રમાણે, બેગમાં અંદાજે 15 હજાર રૂપિયા અને દાગીના હતા. ફરહીને છેવટે એક રાહદારીના મોબાઈલ પરથી આ ઘટના અંગે પોલીસને જાણકારી આપી હતી.
2/4
ફરહીન પ્રભાકર શનિવારે સવારે અંદાજે કારમાં સલેક્ટ સિટી મોલ તરફ જઈ રહ્યા હતાં. મેક્સ હોસ્પિટલની સામે પ્રેસ એનક્લેવ રોડ પર અજાણ્યા શખ્સોએ એમની ગાડીને ઠોકી તે દરમિયાન ફરહીને કાર ઊભી કરી દીધી હતી અને તેઓ તરત જ બહાર આવી ગયા હતાં. આ યુવકોએ એમના માથે મુક્કા માર્યા અને હાથમાં રહેલ બેગ અને મોબાઈલ લઈ ભાગી ગયા હતા. ફરહીને આ શખ્સોનો પીછો કરવા પ્રયાસ કર્યો પરંતુ દોડી શક્યા નહતાં.
3/4
આ અંગે તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી રેકોર્ડિંગની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, લૂંટની ઘટના અંગેની કડીઓ મળી છે અને ગણતરીના સમયમાં લુટારુંઓને ઝડપી લેવાશે.
4/4
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી મનોજ પ્રભાકરની પત્ની અને 90ના દાયકાની બોલીવુડ અભિનેત્રી ફરહીન પ્રભાકર દિલ્હીના સાકેત મોલ પાસે લૂંટનો શિકાર બની હતી. શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ફરહીન પોતાની કારમાં સવાર હતી તે દરમિયાન આ ઘટના ઘટી હતી. અજાણ્યા શખ્સોએ કારને ઠોકતાં તેણી બહાર આવતાં શખ્સો પૈકીનો એક શખ્સ પર્સ અને મોબાઈલ લઈને ભાગી ગયો હતો.