શોધખોળ કરો
PM મોદી વિરૂદ્ધ બોલવાનું શરૂ કર્યું છે ત્યારથી બોલિવુડે નથી આપી ફિલ્મો: પ્રકાશ રાજ
1/6

બેંગલૂરૂ: હિંધી અને સાઉથ ફિલ્મોના મશહૂર અભિનેતા પ્રકાશ રાજે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની વિરૂદ્ધ બોલવાના ખારણે તેમને ફિલ્મો નથી મળી રહી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, જ્યારથી મે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની વિરૂદ્ધમાં બોલવાનું શરૂ કર્યું છે, ત્યારથી બોલિવુડમાં મને ફિલ્મો નથી મળી રહી. પ્રકાશ રાજ છેલ્લા ધણા સમયથી મોદી સરકાર અને ભાજપની રાજનીતિનો ખૂલ્લેઆમ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.
2/6

પ્રકાશ રાજે કહ્યું પીએમ મોદીએ પોતાની વાતોથી દેશને આશાની કિરણ દેખાડી હતી, પરંતુ અત્યાર સુધી કંઈ નથી થયું. ભાજપના નેતાઓ જૂની વાતો કરે છે. નહેરૂએ શું કર્યું? ટીપૂ સુલ્તાને શું કર્યું? સનાતન ધર્મએ શું કર્યુ? હું મારા બે પેઢીના પરદાદાને નથી આળખતો. મારે ટીપૂ સુલ્તાન સાથે શું લેવા-દેવા?
Published at : 04 May 2018 06:03 PM (IST)
View More





















