શોધખોળ કરો
બુલંદશહેર હિંસાઃ પોલીસ ઇન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા, પુત્રએ કહ્યું- હિન્દુ-મુસ્લીમની બબાલે મારા પિતાનો જીવ લીધો
1/5

2/5

બુલંદશહેરમાં ભીડના હુમલામાં માર્યા ગયેલા ઇન્સ્પેક્ટરના પુત્ર અભિષેકે કહ્યું કે, મારા પિતા ઇચ્છતા હતા કે હું એક સારો નાગરિક બનું. તે ધર્મના નામે સમાજમાં હિંસા ન હતાં ઇચ્છતા. આજે મારા પિતાનું હિન્દુ-મુસ્લીમ વિવાદના કારણે મોત થઇ ગયુ છે, હવે કાલે કોઇ બીજાના પિતાનો પણ જીવ જશે.
3/5

ઘટનામાં ગોળી વાગવાથી ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ સહિત એક યુવાનનું મોત થઇ ગયુ હતુ. ઘટનામાં બે એફઆઇઆર નોંધવામાં આવી છે. પહેલી ગોકશીની અને બીજી હિંસાની.
4/5

સ્યાના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જામ ખોલાવવાની કોશિશ કરી તો ગ્રામીણોના 300 થી 500 માણસોના ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો. ડઝનેક વાહનોને આગચંપી કરી દીધી. હાલત બેકાબુ થતાં પોલીસે હવામાં ફાયરિંગ કર્યુ તો ટોળાએ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ પર હુમલો કરી દીધો.
5/5

નવી દિલ્હીઃ બુલંદશહેરના સ્યાના તાલુકાના મહાવ ગામમાં સોમવારે સવારે ગૌવંશના અવશેષ મળવાને લઇને હિંસા ફાટી નીકળી, પોલીસ, હિન્દુવાદી સંગઠનો અને ગ્રામીણો વચ્ચે જબરદસ્ત ઘર્ષણ થયું. ગુસ્સે ભરાયેલા લોકોએ ચિંગરાવઠી ચોકીની પાસે રસ્તો જામ કરી દીધો.
Published at : 04 Dec 2018 10:14 AM (IST)
View More





















