એક અંદાજ મુજબ બોનસથી રેલવેના દરેક કર્મચારીને આશરે 18,000 રૂપિયા મળશે. આ બોનસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF) અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF)ના કર્મચારીઓ સામેલ થતા નથી. છેલ્લા 6 વર્ષતી રેલવે કર્મચારીઓને આટલું જ બોનસ મળી રહ્યું છે. તેનાથી રેલવે પર 2,000 કરોડ રૂપિયાનો બોજ પડવાનો અંદાજ છે.
2/3
નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવેમેનના મહાસચિવ એમ રઘુવાયાએ કહ્યું હતું કે, રેલવેએ ગત વર્ષની તુલનામાં 16,000 કરોડ રૂપિયાની વધારે કમાણી કરી છે. ઉપરાંત 1161 કરોડ ટન માલનું પરિવહન પણ કર્યું છે. તેથી અમે 80 દિવસના બોનસની માંગ કરી હતી. જોકે અમે 78 દિવસના બોનસ પર સહમત થઈ ગયા છીએ.
3/3
નવી દિલ્હીઃ મોદી સરકારે તહેવારોની સીઝનમાં 12 લાખ 30 હજાર રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે આજે નોન ગેજેટેડ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો ફેંસલો કર્યો છે.