શોધખોળ કરો
દિલ્હીના CM કેજરીવાલને ફોન કરીને અજાણ્યા શખ્સે શું આપી ધમકી? જાણો વિગત
1/3

કોલ કરનારે ધમકી આપતા કહ્યું હતું કે, તે વિકાસપુરીમાં વિકાસ ટેન્ટ હાઉસમાં કામ કરે છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે. જોકે પોલીસ હજી તપાસ કરી રહી છે કે, ફોન વિકાસપુરમાંથી જ આવ્યો છે કે અન્ય કોઈ વિસ્તારમાંથી. પોલીસ તે વ્યક્તિને પણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે જેણે ફોન કર્યો હતો.
2/3

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેજરીવાલના ઘરની લેન્ડ લાઈન પર સોમવારે સવારે 10.45 મીનિટે એક ફોન આવ્યો હતો. ફોન કરનારે ધમકીવાળા અવાજમાં કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ કેજરીવાલને જોઈ લેશે. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ફોન દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાંથી આવ્યો હતો.
3/3

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરની લેન્ડ લાઈન પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો. સોમવારે સવારે અજાણ્યા શખ્સે તેમને ફોન કરીને ધમકીવાળા અવાજમાં કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ તેઓ કેજરીવાલને જોઈ લેશે. કેજરીવાલની ઓફિસ તરફથી ડીસીપી નોર્થને આ વિશે માહિતી આપવામાં આવી હતી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
Published at : 22 Jan 2019 08:12 AM (IST)
View More
Advertisement
Advertisement





















